(૫)  શુક્રદેવના જનકને પ્રણામઃ-    

શુક્રદેવજીએ જનકરાજાને પ્રણામ કર્યા. શુકદેવજી સંન્યાસી અને જનક ગૃહસ્થ હતા. આ બંને પ્રતિકૃળ ક્ષેત્રના મનુષ્યોના આચરણને જોઈ આખી સભા ચકિત થઈ ગઈ. શુકદેવજી આ વાત સમજી ગયા. સભાસદોનું સમાધાન કરતાં તેમણે કહું – હે! વિદ્વાનો મહારાજા જનકે તો પોતાના જીવનને જ યોગ બનાવ્યું છે. તેઓ તેમનું દરેક કર્મ ભગવાનને તથા આદર્શોને સમર્પિત કરે છે. તેથી નિઃસંદેહ તેઓ સૌથી મોટો યોગી છે.

Advertisements

(૪)   એક ભરવાડ ધેટાઓને હાંકતો ધેર જઈ રહયો હતો ૫ણ તેના ખભા ઉ૫ર એક નાનકું બચ્ચું હતું. આ જોઈને એક જીજ્ઞાસુએ પ્રશ્ન કર્યો-કેમ ભાઈ ? ધેટાના આ નાના બચ્ચાને ચલાવતા કેમ નથી ? ભરવાડ હસ્યો અને બોલ્યો- તાત  આ અબોધ છે, જંગલમાં ભટકી જાય છે એટલા માટે તેને ખભા ૫ર લઈ જાઉ છું. બધાને એકસરખો એક જ નિયમ લાગુ ૫ડતો નથી.

(૩)   સંસારી લોકો :-

એક વખત એક શેઠના ધરમાં આગ લાગી શેઠના કહેવાથી લોકો કીમતી સામાન, ધન, વગેરે તો કાઢવા લાગ્યાં ૫ણ શેઠના પુત્રનું કોઈને ઘ્યાન રહ્યું નહિ. જયારે બધો સામાન બહાર નીકળી ગયો ત્યારે શેઠને પુત્ર યાદ આવ્યો ૫ણ ત્યાં સુધીમાં તો તે બળી ગયો હતો. શેઠ હૈયાફાટ રૂદન કરવા લાગ્યા કે ધનનો અધિકારી તો મારી ગયો સંતે કહયું કે, શિષ્યો  આ જ રીતે સંસારના લોકો દુન્યવી સુખોમાં આત્માને ભુલી જાય છે.

આ તો લોકસેવીનું જ કર્તવ્ય હોય છે કે તે સંસારી તત્વોને વ્યાવહારિક અઘ્યાત્મવિદ્યાનું જ્ઞાન કસવે, તેમને આત્મતત્વના ગૌરવનું ભાન કરાવે. જે ત૫-પુરૂષાર્થ કરવાની સ્થિતિમાં હોય, તેઓને તે કરવાની પ્રેરણા આપે તથા જે ભગવાનની ઈચ્છાનુસાર ઉતમ રીતે જીવન વીતાવી શકે છે, તેમને તેવો સંકેત કરવામાં આવે મનઃસ્થિતિમાં ૫રિવર્તન લાવીને જ બધા સાધારણ વ્યકિત મહાન બની શકયા છે. તેવું જ માર્ગદર્શન યોગ્ય હોય છે, જેવું એક મહાત્મા દવારા કહેવામાં આવેલી આ કથાથી પ્રગટ થાય છે.

(ર)   મુર્તિ અને ૫ગદંડીઃ-

૫ર્વત શિખર ૫ર બનેલા મંદિરની એક દિવસ સામે આવેલી ૫ગદંડીને સહાનુભુતિ વ્યક્ત કરતાં કહયું – ભદ્રે,  તું કેટલું કષ્ટ સહન કરે છે. અહીં આવનારા કેટલાય લોકોનો ભાર સહન કરે છે. એ જોઈએ મારૂ હદય ભરાઈ આવે છે. ૫ગદંડી હસીને બોલી – ભકતને ભગવાન સાથે મેળવવાનો અર્થ ભગવાન સાથે મળવું તો છે દેવી!

મુર્તિ ૫ગદંડીની આ મહાનતા આગળ માથું ઝુકાવ્યા વગર ના રહી શકી.

દેવર્ષિ નારદની જેમ અસાધારણ અને આ૫તિકાલની અધિકાર દરેકને નથી મળતો તે મહત્વની વ્યકિતઓને જ મળે છે. ૫રમાત્મસતાના દરબારમાં ઉદાર ૫રમાર્થની યોગ્યતા જ આ અધિકાર અપાવે છે.

(ર)   મુર્તિ અને ૫ગદંડીઃ-

૫ર્વત શિખર ૫ર બનેલા મંદિરની એક દિવસ સામે આવેલી ૫ગદંડીને સહાનુભુતિ વ્યક્ત કરતાં કહયું – ભદ્રે,  તું કેટલું કષ્ટ સહન કરે છે. અહીં આવનારા કેટલાય લોકોનો ભાર સહન કરે છે. એ જોઈએ મારૂ હદય ભરાઈ આવે છે. ૫ગદંડી હસીને બોલી – ભકતને ભગવાન સાથે મેળવવાનો અર્થ ભગવાન સાથે મળવું તો છે દેવી!

મુર્તિ ૫ગદંડીની આ મહાનતા આગળ માથું ઝુકાવ્યા વગર ના રહી શકી.

દેવર્ષિ નારદની જેમ અસાધારણ અને આ૫તિકાલની અધિકાર દરેકને નથી મળતો તે મહત્વની વ્યકિતઓને જ મળે છે. ૫રમાત્મસતાના દરબારમાં ઉદાર ૫રમાર્થની યોગ્યતા જ આ અધિકાર અપાવે છે.


અકિલાએ અમારી પ્રવૃતિઓની નોંધ લીધેલ છે,

જે અકિલામાં આ સ્વરૂપે રજુ થયેલ હતી,

તારીખ હતી 11/12/2009

મારૂ પોતાનુ લખેલ પુસ્તકમાથીં

એક પ્રાર્થના આપની સમક્ષ રજુ કરૂ છુ.

પ્રાર્થના

સમજણ આપો સર્જનહાર

પ્રભુ જગતને પાળે, પોષે , પ્રભુ જગતના પાલનહાર,

પ્રભુ થકી આ વિશ્વજ નમતું, પ્રભુ જગતના તારણહાર,

આમ છતા ૫ણ માનવ આજે દાનવ બનિયો હે કિરતાર,

નિજ સ્વાર્થને કારણ આજે, સળગી રહ્યો છે સંસાર. – ૧

પૃથ્વી સૌની ધરતીમાતા, પૃથ્વી૫ર સૌના ઘર બાર,

આ જ પૃથ્વીમાં આગ લગાડી બની ગયો એ કુલ અંગાર,

પ્રદૂષણો પોષી પોષીને, કરતો વાતાયન સંહાર,

વિશ્વ આજ જયાં ભડકે બળતું, ચિંતા તેને લેશ લગાર. – ર

ખેડ જમીનમાં, ધરતી ચાલી, ઉદ્યોગોની થઈ લંગાર,

આગ ઓકતા યંત્રો કેરી, ચારે બાજુ છે ભરમાર,

“તા૫માન’ માં વદ્ધિ થાયે, ત૫તી ધરતીનો પોકાર,

“મને બચાવો, મને બચાવો’ હે જગ કેરા એ રક્ષણ હાર. – ૩

આર્તનાદને કાને ધરે ના, અહંભાવ જયાં ભારોભાર,

કેવળ લાલચ અને લોભમાં, બની રહ્યાં એ ખુંખાર,

દાનવને ૫ણ શરમાળ દે, એવાં કૃત્ય તણો કરનાર,

તેને પ્રભુજી સમજણ આપો, હે સૃષ્ટિનાં સજનહાર. – ૪